સ્ટુટગાર્ડ ઓપન જીતનાર પ્લિસકોવાએ પ્રાગ ઓપનમાં નામ પાછું ખેંચી લીધું

સ્ટુટગાર્ડ ઓપન જીતનાર પ્લિસકોવાએ પ્રાગ ઓપનમાં નામ પાછું ખેંચી લીધું

ચેક રિપબ્લિકની ટોચની ખેલાડી કેરોલિના પ્લિસકોવા આ સપ્તાહે રમાનાર પ્રાગ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાંથી ખસી ગઈ છે. વિશ્વની છઠ્ઠી ક્રમાંકિત કેરોલિનાએ ગ્રોઈન ઈંજરીના કારણે ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેચ્યું છે. તે ઘરેલુ ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જોડીયા બહેન ક્રિસ્ટીના સામે ઉતરવાની હતી. પ્લિસકોવાના સ્થાને એલિક્સાંદ્રા સાંસોવિચનો સમાવેશ કરાયો છે. 26 વર્ષની પ્લિસકોવા રવિવારે જ સ્ટુટગાર્ડ ઓપનમાં ચેમ્પિયન બની હતી.