પેન્ટાગોને ન્યુક્લિયર નકશામાં તાઇવાનને ચીનનો ભાગ દર્શાવતા વિવાદ વકર્યો

પેન્ટાગોને ન્યુક્લિયર નકશામાં તાઇવાનને ચીનનો ભાગ દર્શાવતા વિવાદ વકર્યો

પેન્ટાગોન: અમેરિકાના સંરક્ષણ હેડક્વાર્ટર પેન્ટાગોને ન્યુક્લિયર પોસ્ચર રિવ્યૂ નામે એક નકશો જાહેર કરીને તેમાં તાઇવાનને ચીનનો હિસ્સો હોવાનું દર્શાવ્યું છે. નકશામાં દર્શાવવામાં આવ્યું છે કે તાઇવાન કેવી રીતે પહેલાં એક ટાપુ હતો અને પછી ચીનમાં જ ભળી ગયું. નકશામાં ઉત્તર કોરિયાનો પણ નકશો ખોટો છે. વિવાદ થતાની સાથે જ પેન્ટાગોને ભૂલ સ્વીકારી લીધી અને નક્શો પાછો ખેંચી લીધો હતો.