પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્નીનું અવસાન થયુ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્નીનું અવસાન થયુ

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પત્ની બેગમ કુલસુમ નવાઝનું આજે મંગળવારે અવસાન થયું છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના પ્રેસિડન્ટ શેહબાઝ શરીફ અને તેમના પુત્ર હુસૈન નવાઝે આ સમાચારની પુષ્ટિ કરી છે કે, કુલસુમ નવાઝે લંડનની ક્લિનિકમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. બેગમ કુલસુમ નવાઝ લંડનના હર્લે સ્ટ્રીટ ક્લિનિકમાં ગત જૂન 2017થી સારવાર લઇ રહ્યા હતા. સોમવારે રાત્રે તેઓની તબિયત વધુ ખરાબ થતાં તેઓને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓના ફેફસાંમાં તકલીફ વધી ગઇ હતી. હોસ્પિટલ સ્ટાફે જણાવ્યું કે, તેઓ વેન્ટિલેટર પર ગત રાત સુધી સારો રિસ્પોન્સ આપી રહ્યા હતા. શરીફના પરિવારના સભ્યો બેગમ કુલસુમના મૃત શરીરને પાકિસ્તાન લાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. બેગમ કુલસુમને ઓગસ્ટ 2017માં લિમ્ફોમા (ગળાનું કેન્સર) થયું હોવાનું નિદાન થયું હતું.