હાફિઝ સઇદની અરજી પર પાકિસ્તાનના રાષ્ટ્રપતિના સચિવને નોટિસ મળી

હાફિઝ સઇદની અરજી પર પાકિસ્તાનના રાષ્ટ્રપતિના સચિવને નોટિસ મળી

ઈસ્લામાબાદ: ઈસ્લામાબાદ હાઈકોર્ટે હાફિઝ સઈદના સંગઠન જમાત-ઉદ-દાવાને આતંકી સંગઠન જાહેર કરવાના રાષ્ટ્રપતિ મમનૂન હુસૈનના વટહુકમને પડકારતી અરજી પર તેમના મુખ્ય સચિવ અને કાયદા સચિવને નોટિસ આપવામાં આવી છે. જસ્ટિસ આમિર ફારુક માર્ચના ત્રીજા સપ્તાહમાં કેસની સુનાવણી કરશે. હાફિઝ સઈદે અરજીમાં કહ્યું છે કે જમાત-ઉદ-દાવાને પ્રતિબંધિત કરવાનો વટહુકમ બંધારણ વિરુદ્ધ છે. તેણે તેની સ્થાપના 2002માં કરી હતી અને પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તોઈબા સાથે તેનો સંબંધ પહેલાં જ તોડી નાંખ્યો હતો.