પાકિસ્તાન નાર્કોટિક્સ ફોર્સે 400 કરોડના માદક પદાર્થની હોળી કરી

પાકિસ્તાન નાર્કોટિક્સ ફોર્સે 400 કરોડના માદક પદાર્થની હોળી કરી

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં મંગળવારે એન્ટિ નાર્કોટિક્સ ફોર્સે માદક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. જેને સળગાવીને નાશ કર્યો હતો. પદાર્થનું બજાર મૂલ્ય 400 કરોડ રૂપિયા મનાય રહ્યું છે. પદાર્થ દાણચોરીના 1063 મામલામાં 1204 લોકો પાસેથી જપ્ત કરાયા હતા. સળગાવેલા પદાર્થોનું વજન 18 ક્વિન્ટલ જણાવાયું છે. જેમાં હેરોઇનથી માંડી અફીણ સામેલ છે.