ઓવર સ્પીડથી સંતુલન ગુમાવ્યું, ત્રણ કાર એક-બીજા પર ચઢી ગઇ 

ઓવર સ્પીડથી સંતુલન ગુમાવ્યું, ત્રણ કાર એક-બીજા પર ચઢી ગઇ 

અમેરિકાના એરિઝોના મિડલ સ્કૂલની સામેના રોડ પર ત્રણ વાહન ધડાકાભેર ટકરાયાં હતાં. ઓવરસ્પીડ હોવાને કારણે સંતુલન બગડતા આ અકસ્માત સર્જાયો હતો. જેમાં કારો એક-બીજા પર ચઢી ગઈ હતી. ઘટના સ્થળની સ્થિતિ જોતાં રેસ્ક્યૂ ટીમને લાગ્યું હતું કે ભાગ્યે જ કો બચ્યું હશે પરંતુ એવું કાંઇ થયું નહીં. કારમાં સવાર તમામ ચાર લોકો બચી ગયા હતા. એટલું જ નહીં કોઇને ઘસરકો પણ પડ્યો ન હતો. સીટ બેલ્ટ બાંધવાને કારણે તેમનો બચાવ થયો હતો. આ કારોમાં બે સિડાનના નાગરિક હતા.