તૂર્કી : ISનું સમર્થન કરનારા 82 વિદેશી નાગરિકો સહિત 100થી વધુ લોકોની અટકાયત કરી

તૂર્કી : ISનું સમર્થન કરનારા 82 વિદેશી નાગરિકો સહિત 100થી વધુ લોકોની અટકાયત કરી

ઇસ્તમ્બુલ : તૂર્કીમાં પોલીસે આઇએસનું સમર્થન કરનારા 100થી વધુ શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. અટકાયત કરાયેલા લોકોમાં 82 વિદેશી નાગરિકનો પણ સમાવેશ થાય છે. આરોપ છે કે આ બધા સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં આતંકીઓને મદદ પહોંચાડવાની યોજના બનાવી રહ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઘણા ભાગોમાં મોટું ઓપરેશન ચલાવીને આતંકીઓના મદદગારોને પકડવામાં આવ્યા છે.