દુતેર્તેએ 21 કરોડની કારો પર બુલડોઝર ફેરવી કારો નષ્ટ કરી

દુતેર્તેએ 21 કરોડની કારો પર બુલડોઝર ફેરવી કારો નષ્ટ કરી

મનીલાઃ ફિલિપાઈન્સમાં રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તેએ મંગળવારે ડઝનેક સ્પોર્ટ્સ અને લક્ઝરી કારો પર બુલડોઝર ફેરવી દીધુ હતું. આ કારો એક્સાઈઝ વિભાગે જપ્ત કરી હતી જેની હરાજીથી સરકારને ભારે આવક થઈ શકતી હતી. આ કારોની કિંમત 21 કરોડ રૂપિયા હતી. થોડા સમય અગાઉ વિભાગ પર કાર અંગે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા.