ઈઝરાયલી સેનાને ભગાડવા માટે મહિલાઓએ પણ પથ્થરમારો કર્યો

ઈઝરાયલી સેનાને ભગાડવા માટે મહિલાઓએ પણ પથ્થરમારો કર્યો

ઈઝરાયલ નજીકની ગાઝા સરહદે સતત ત્રીજા દિવસે શુક્રવારે ઈઝરાયલી સેનાના ગોળીબારના વિરોધમાં દેખાવો થઇ રહ્યા છે. દેખાવકારોને હટાવવા માટે ઈઝરાયલી સૈનિકોએ ફરીવાર ગોળીબાર કર્યો. જેમાં એક વ્યક્તિ મૃત્યુ પામી હતી. તેના બાદ દેખાવકારોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. દેખાવકારોમાંની અમુક મહિલાઓ પણ પથ્થરમારો કરતી જોવા મળી હતી. ગત નવ દિવસમાં ઈઝરાયલી ગોળીબારમાં 34 લોકો મૃત્યુ પામ્યા છે.