બાંગ્લાદેશમાં નવા વર્ષની ઉજવણી કરાઇ

બાંગ્લાદેશમાં નવા વર્ષની ઉજવણી કરાઇ

બાંગ્લા નવ વર્ષ નિમિત્તે બાંગ્લાદેશમાં શનિવારે જશ્ન મનાવાયો આવ્યો હતો. આ દરમિયાન રાજધાની ઢાકામાં ચલ સમારોહ યોજાયો, જેમાં બે લાખથી વધુ લોકો જોડાયા હતા. બાંગ્લા કેલેન્ડરની શરૂઆત વૈશાખ મહિનાના પ્રારંભ સાથે થાય છે. આ દરમિયાન લોકો પરંપરાગત વસ્ત્રોમાં રસ્તા પર નીકળી ઉજવણી કરે છે. જોકે, સમારોહમાં અમુક અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવા પ્રયાસ કર્યો. પોલીસે આવા 30થી વધુ લોકોની ધરપકડ કરી છે.