ટ્રમ્પ વિરૂદ્ધ મારાં સ્ટાફે લેખ નથી લખ્યો: માઇક પેન્સ

ટ્રમ્પ વિરૂદ્ધ મારાં સ્ટાફે લેખ નથી લખ્યો: માઇક પેન્સ

થોડાં દિવસ પહેલાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનથી જોડાયેલા એક ઓફિસરે ન્યૂયોર્ક ટાઇમ્સમાં 'આઇ એમ પાર્ટ ઓફ રેજિસ્ટન્સ ઇનસાઇડ ધ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન' નામથી લેખ લખ્યો હતો. જેના મુદ્દે અમેરિકામાં વિવિદો સર્જાયા છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે રવિવારે જાહેરાત કરી હતી કે, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વની ટીકા કરનારા ન્યૂયોર્ક ટાઇમ્સનો લેખ તેના સ્ટાફે નથી લખ્યો. હું તેના માટે લાઇ ડિટેક્ટર ટેસ્ટથી પસાર થવા માટે પણ તૈયાર છું. હકીકતમાં, ઓફિસરે પોતાના નામનો ખુલાસો કર્યો નથી. હું આ વાતની ગેરન્ટી લઉં છું કે, ઉપરાષ્ટ્રપતિ સ્ટાફના કોઇ ઓફિસર તેમાં સામેલ નથી. હું મારાં લોકોને ઓળખું છું. તમામ ઓફિસર પ્રેસિડન્ટ ટ્રમ્પ દ્વારા દેશના લોકો માટે કરવામાં આવતા કામોને આગળ લઇ જવામાં પ્રયત્નશીલ છે.