મ્યાનમાર સશસ્ત્ર દળ યુએનમાં બ્લેકલિસ્ટ 

મ્યાનમાર સશસ્ત્ર દળ યુએનમાં બ્લેકલિસ્ટ 

રોહિંગ્યા મુસ્લિમો સાથે જાતીય ઉત્પીડનની ઘટનાઓ બાદ સંયુક્ત રાષ્ટ્રએ કડક પગલું ભર્યું છે. સંયુક્ત રાષ્ટ્રએ મ્યાનમાર સશસ્ત્ર દળોને બ્લેકલિસ્ટ કરી દીધાં છે. સંયુક્ત રાષ્ટ્ર કાઉન્સિલે કહ્યું કે રોહિંગ્યાઓને ભગાડવા માટે તેમની મારઝૂડ કરવા ઉપરાંત તેમને શારીરિક યાતનાઓ પણ અપાઇ. તેમને માનસિક ત્રાસ પણ અપાયો. ત્યાર પછી જ દેશમાંથી અંદાજે 7 લાખ રોહિંગ્યા ભાગીને બાંગ્લાદેશમાં આશ્રય લેવા મજબૂર બન્યા હતા.