ગ્લાસગો: આર્ટ સ્કૂલમાં ચાર વર્ષ બાદ ભીષણ આગને કાબૂમાં લેવા 60થી વધુ ફાઇરફાઇટર ખડકી દેવાયા

ગ્લાસગો: આર્ટ સ્કૂલમાં ચાર વર્ષ બાદ ભીષણ આગને કાબૂમાં લેવા 60થી વધુ ફાઇરફાઇટર ખડકી દેવાયા

પ્રખ્યાત 'ધ ગ્લાસગો સ્કૂલ ઓફ આર્ટ'ની ઈમારતમાં શનિવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની શરૂઆત મેકિન્ટોશ ઈમારતથી થઈ હતી. ત્યાર બાદ આજુબાજુની ઈમારત, ઓટુ એબીસી મ્યુઝિકનો કાર્યક્રમ સ્થળ પણ ઝપેટમાં આવી ગયા. આર્ટ સ્કૂલમાં ચાર વર્ષ બાદ આવી ભીષણ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે 60થી વધુ ફાયરફાઈટર ખડકી દેવામાં આવ્યા છે.