બળવાખોરોની કેદમાંથી 87 છોકરીઓ સહિત 300થી વધુ બાળસૈનિકોને આઝાદ કરાવાયાં

બળવાખોરોની કેદમાંથી 87 છોકરીઓ સહિત 300થી વધુ બાળસૈનિકોને આઝાદ કરાવાયાં

ખાર્તૂમ: સુદાનના દક્ષિણમાં બળવાખોરોના કબજામાંથી 87 છોકરીઓ સહિત 300થી વધુ બાળસૈનિકો મુક્ત કરાવવામાં આવ્યાં છે. તેમની ઉંમર 10થી 16 વર્ષની વચ્ચે છે. યુએનના મતાનુસાર 19000 બાળકોને બળવાખોરોએ સૈન્ય પ્રશિક્ષણ આપી હથિયારો થમાવી દીધા છે. ઓઇલ સમૃદ્ધ સુદાન 2011માં આઝાદ થયું હતું. બે વર્ષ બાદ જ 1.2 કરોડની વસતી ધરાવતો આ દેશ ગૃહયુદ્ધમાં ઘેરાઈ ગયો.