દક્ષિણ આફ્રિકામાં મંડેલાનાં પત્ની વિની મદિકિજેલાની અંત્યેષ્ટિ

દક્ષિણ આફ્રિકામાં મંડેલાનાં પત્ની વિની મદિકિજેલાની અંત્યેષ્ટિ

દક્ષિણ આફ્રિકામાં દિવંગત રંગભેદ વિરોધી નેતા નેલ્સન મંડેલાનાં પત્ની વિની મદિકિજેલા-મંડેલાના શનિવારે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાવામાં આવ્યું હતું. આ દરમિયાન દેશમાં રજા રહી હતી. વિની રંગભેદથી મુક્તિ માટેના સંઘર્ષના નાયક અને પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલાનાં પૂર્વ પત્ની હતાં. રાષ્ટ્રપતિ રામાફોસાએ કહ્યું કે વિની દેશની અસાધારણ હસ્તીઓ પૈકી એક હતાં. તેમની અંત્યેષ્ટિ તે જ અસાધારણ સન્માન સાથે કરાઇ હતી.