ઈરાનઃ ત્રણ રાજ્યોમાં ભારે વરસાદથી પૂર, 8 લોકોનાં મોત 

ઈરાનઃ ત્રણ રાજ્યોમાં ભારે વરસાદથી પૂર, 8 લોકોનાં મોત 

ઈરાનના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં ભારે વરસાદ બાદ અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઇ હતી. અનેક બ્રિજ ધસી પડ્યા હતા. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા હતા જ્યારે 22થી વધુને નાની મોટી ઇજા થઇ હતી. પૂરના પાણીમાં તણાઈ જવાને લીધે એક યુવક ગુમ થયો છે. અહેવાલ અનુસાર ત્રણ રાજ્યો માજાનદારા, ગિલાન અને ગોલેસ્તાનમાં પૂર આવતાં માર્ગો, મકાનો, પુલ અને અન્ય આધારભૂત માળખાને નુકસાન થયું હતું.