USમાં ટ્રમ્પના કડક કાયદાઓના કારણે ઇમિગ્રન્ટ્સના થયા બુરા હાલ

USમાં ટ્રમ્પના કડક કાયદાઓના કારણે ઇમિગ્રન્ટ્સના થયા બુરા હાલ

અમેરિકાના ટેક્સાસમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ લાઇનમાં ઉભા રહીને કોર્ટરૂમમાં જવાબ આપતા જોવા મળે છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવાના કાયદાઓ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કડક બનાવ્યા છે. લીક થયેલી આ ઇમેજ ટેક્સાસમાં ચાલી રહેલા માસ ટ્રાયલની છે. આ ટ્રાયલમાં જજ અલગ અલગ વ્યક્તિ સાથે વાત નથી કરતાં પરંતુ રૂમમાં ઉભેલા દરેક વ્યક્તિને સંબોધીને વાત કરે છે. જજ જે સવાલ પૂછે તેનો જવાબ રૂમમાં હાજર તમામ લોકોએ આપવાનો હોય છે અને જવાબ આપવા માટે માત્ર એક મિનિટનો જ સમય આપવામાં આવે છે.
બોર્ડર અને ઇમિગ્રેશનને લગતાં ઇશ્યુ અમેરિકામાં લાંબા સમયથી ચાલી રહ્યા છે. ટ્રમ્પના પ્રેસિડન્ટ પદ સંભાળ્યા બાદ આ પ્રકારની ટ્રાયલ અંદાજિત દર બીજાં દિવસે અમેરિકામાં જોવા મળે છે. ગેરકાયદેસર પ્રવેશ ઇચ્છતા ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં પ્રવેશ આપવો કે નહીં તે નક્કી કરવા માટે રીતસર કોર્ટ ઉભી કરવામાં આવે છે. ઇમિગ્રન્ટ્સ કોર્ટમાં રૂમમાં પ્રવેશ કરે અને બહાર આવે ત્યારે તેઓના હાથ-પગ ધ્રૂજતા હોય છે.