પહેલા વિશ્વ યુદ્ધમાં શહીદ બે ભારતીય જવાનોના અવશેષ મળી આવ્યા, તેમને ફ્રાન્સમાં દફનાવાશે

પહેલા વિશ્વ યુદ્ધમાં શહીદ બે ભારતીય જવાનોના અવશેષ મળી આવ્યા, તેમને ફ્રાન્સમાં દફનાવાશે

પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સમાં શહીદ થયેલા ભારતીય સેનાની 39મી રોયલ ગઢવાલ રાઇફલન્સના બે જવાનોના અવશેષ ફ્રાન્સના લા જોર્જ કબ્રસ્તાનમાં દફનાવાશે. ગયા વર્ષે 20 સપ્ટેમ્બરે ફ્રાન્સના દક્ષિણ ભાગમાં થયેલા ખોદકામ દરમિયાન અવશેષ બહાર કઢાયા હતા. તેમની પાસેથી મળેલી વસ્તુઓથી તેમની ઓળખ ગઢવાલ રાઇફલ્સના જવાનો તરીકે થઇ હતી.