ભારત પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્રના રૂપમાં જોવા માંગે છેઃ વડાપ્રધાન

ભારત પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્રના રૂપમાં જોવા માંગે છેઃ વડાપ્રધાન

નરેન્દ્ર મોદી 3 ગલ્ફ દેશો પેલેસ્ટાઈન, યુનાઈટેડ અરબ અમીરાત અને ઓમાનની મુલાકાતે ગયા છે. આજે શનિવારે મોદી જોર્ડનથી પેલેસ્ટાઈનની રાજધાની રામલ્લા પહોંચ્યા છે. મોદી પેલેસ્ટાઇનના પૂર્વ પ્રેસિડન્ટ યાસિર અરાફાતના સ્મારકે ગયા હતા અને ત્યાં તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. જે બાદ ભારત અને પેલેસ્ટાઈનના સંબંધોમાં પીએમ મોદી યોગદાનને લઈને પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસે મોદીને 'ગ્રાન્ડ કોલર'નું સન્માન આપ્યું છે. આ સન્માન વિદેશી મહેમાનોને આપવામાં આવતું પેલેસ્ટાઈનનું સર્વશ્રેષ્ઠ સન્માન છે.ત્યારબાદ ભારત-પેલેસ્ટાઈન વચ્ચે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા ચર્ચા થઈ હતી અને અનેક સમજૂતીઓ થઈ હતી.