ભારતીય રેસ્ટોરન્ટમાં માનવમાંસ પીરસાયાના ખોટા અહેવાલથી હોબાળો

ભારતીય રેસ્ટોરન્ટમાં માનવમાંસ પીરસાયાના ખોટા અહેવાલથી હોબાળો

આ અહેવાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રેસ્ટોરન્ટના અચોક્કસ મુદત માટે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે, બાદમાં આ અહેવાલો ખોટા પુરવાર થયા હતા. 

'કરી ટ્વિસ્ટ' નામની આ રેસ્ટોરન્ટના માલિક શિનરા બેગમ દક્ષિણ પૂર્વ લંડનના રહેવાસી છે. તેમણે કહ્યું હતું કે, લોકો ગુસ્સે ભરાઈને તોડફોડ ના કરે એટલે રેસ્ટોરન્ટ બંધ કરાઈ છે. કેટલાક લોકોએ રેસ્ટોરન્ટ પર પથ્થરમારો કરીને બારીના કાચ તોડી નાંખ્યા હતા.કોઈએ ફેસબુક પર અમારી રેસ્ટોરન્ટ વિશે એક ફકરો લખી નાંખ્યો, જેમાં અહીં માનવ માંસ પીરસાતું હોવાનો દાવો કરાયો હતો. એ ફકરામાં પણ અનેક ભૂલો હતી, પરંતુ લોકોએ સાચું માની લીધું અને અમારા બિઝનેસને જબરદસ્ત નુકસાન થયુંસોર્સ ગુજરાત સમાચાર .