ભારત અને ચીનને સબસીડી આપવી મૂર્ખતાઃ ટ્રમ્પ

ભારત અને ચીનને સબસીડી આપવી મૂર્ખતાઃ ટ્રમ્પ

ભારત અને ચીન જેવા વિકસતી અર્થવ્યવસ્થાઓને આપવામાં આવતી સબસીડીને હવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રોકવા માંગે છે. ઉત્તરી ડકોટા પ્રાંતના ફાર્ગો શહેરમાં પાર્ટી મીટિંગ દરમિયાન તેઓએ કહ્યું હતુ કે, અમેરિકા પણ એક વિકાસશીલ દેશ છે. અમે ઈચ્છીએ છીએ કે અમેરિકા બીજા કોઈ દેશની તુલનામાં ઝડપથી આગળ વધે. ભારત-ચીનને સબ્સિડિ આપવાને તેઓએ મૂર્ખતા ગણાવી છે.   તેઓએ વિશ્વ વ્યાપાર સંગઠન (ડબલ્યૂટીઓ)ની ટીકા કરી. કહ્યું કે, આ બહુપક્ષીય વ્યાપાર સંગઠને ચીનને સભ્ય બનાવીને 'દુનિયાની એક મોટી આર્થિક તાકાત' બનવાની તક આપી. આપણે ભારત અને ચીન જેવા દેશોને એટલા માટે સબસીડી આપી રહ્યા છીએ કારણ કે તેઓ વિકાસશીલની કેટેગરીમાં આવે છે અને હજુ પર્યાપ્ત રીતે વિકસિત નથી. તે માત્ર ગાંડપણ છે. ભારત, ચીન કે પછી બીજા લાભાર્થી, સૌ હકિકતમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. આ દેશ પોતાને વિકાસશીલ કહે છે અને આ કેટેગરીમાં હોવાના કારણે તેઓ સબસીડી મેળવે છે. એટલા માટે આપણે તેમને નાણા આપવા પડે છે. પરંતુ, હવે વધુ નહીં. અમે તેને બંધ કરવા જઈ રહ્યા છીએ.