ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં 140 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું

ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં 140 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકાયું

ઓકલેન્ડ : ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં વાવાઝોડાએ હાહાકાર મચાવ્યો હતો. ડઝનેક વૃક્ષો ઊખડી ગયાં હતાં. સરેરાશ 140 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. તેનાથી લગભગ એક લાખ ઘરોની બત્તી ગુલ થઈ ગઇ હતી. માર્ગો પર ચક્કાજામ થઈ ગયો હતો. તંત્ર દ્વારા લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. મોટા ભાગના સ્થળે તાપમાન ફ્રીજિંગ પોઇન્ટ સુધી પહોંચી ગયું છે.