ગુજરાતની રિદ્ધિ દેસાઈ મિસ ટીનએજ ઓન્ટારિયો બની

ગુજરાતની રિદ્ધિ દેસાઈ મિસ ટીનએજ ઓન્ટારિયો બની

કેનેડામાં યોજાયેલી મિસ ટીનએજ ઓન્ટારિયોની પ્રથમ રાઉન્ડની સ્પર્ધાનું ટાઇટલ રિદ્ધિ દેસાઈ જીતી ગઈ હતી. કેટલાંક વર્ષોથી કેનેડામાં સ્થાયી થયેલા વડોદરાના નિકેશ દેસાઈ અને સાલ્વિકા દેસાઈની પુત્રીએ ગુજરાતનું નામ રોશન કર્યું છે. આગામી ઓગસ્ટમાં યોજાનારી મિસ ટીનએજ કેનેડાની સ્પર્ધામાં તે ઓન્ટારિયોનું પ્રતિનિધિત્વ કરશે. 18 વર્ષની રિદ્ધિ ધો.12 સાયન્સ પાસ કરીને યુનિ.માં સાઇકોલોજીનો અભ્યાસ કરવાની ઇચ્છા રાખે છે. રિદ્ધિને મોડેલિંગ, ડાન્સિંગ અને એક્ટિંગનો શોખ હોવાથી તેણે આ સ્પર્ધા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતુંં. ઓનલાઇન ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થતાં તેને મિસ ટીનએજ કેનેડાની પ્રથમ રાઉન્ડની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી હતી.