દમાસ્કસના રહેણાક વિસ્તારમાં 12 દિવસમાં ચોથો મોટો હવાઈહુમલો, 132 મોત નિપજ્યા

દમાસ્કસના રહેણાક વિસ્તારમાં 12 દિવસમાં ચોથો મોટો હવાઈહુમલો, 132 મોત નિપજ્યા

દમાસ્કસ: આ ફોટો સીરિયાની છે. અહીં રાષ્ટ્રપતિ બશર અલ અસદની સેનાએ ભાગલાવાદીઓના કબજાવાળા વિસ્તાર દમાસ્કસમાં હવાઈહુમલા કર્યા હતા. રહેણાક વિસ્તારોમાં થયેલા આ હુમલામાં બાળકો, મહિલાઓ કાટમાળ હેઠળ દટાઇ ગયાં છે. આ હુમલામાં 18 લોકોનાં મોત થયાં છે. વ્હાઈટ હેલમેટ ગ્રૂપએ 7થી વધુ લોકોને કાટમાળ નીચેથી જીવતા બચાવી લીધા હતા. દમાસ્કસના રહેણાક વિસ્તારમાં 12 દિવસમાં ચોથો મોટો હવાઈહુમલો કર્યો હતો. હમણાં સુધીમાં 132 લોકોના મોત થઇ ગયા છે.