ટ્રમ્પના નિવેદન બાદ 8000 સૈનિકો મેક્સિકો સરહદે તહેનાત 

ટ્રમ્પના નિવેદન બાદ 8000 સૈનિકો મેક્સિકો સરહદે તહેનાત 

અમેરિકાના પોલીસ હેડક્વાર્ટથી મેક્સિકો નજીકની સરહદે 8000 સૈનિકો તહેનાત કરી દેવામાં આવ્યા છે. આ સૈનિકોને હોન્ડુરાસ સહિત ચાર દેશો તરફથી આવતા 7000 લોકોના કાફલાને રોકવા માટે તહેનાત કરાયા છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા પોતાની સરહદમાં ઘૂસણખોરી રોકવા માટે સૈનિકોની સંખ્યા 15 હજાર કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ આ સૈનિકોની ફોજ ખડકી દેવામાં આવી છે.