ઇરમાનો વિનાશઃ ફ્લોરિડાના 90 ટકા ઘરો પાણીમાં, 25 ટકા ઘરો નષ્ટ

ઇરમાનો વિનાશઃ ફ્લોરિડાના 90 ટકા ઘરો પાણીમાં, 25 ટકા ઘરો નષ્ટ

વાવાઝોડું ઇરમા શાંત થતાં જ બુધવારે ફ્લોરિડાના લોકો પોત-પોતાના ઘરે પરત ફરી રહ્યા છે. ફેડરલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર, ફ્લોરિડા કિઝની 90 ટકા ઘરોને ભારે નુકસાન થયું છે જ્યારે 25 ટકા ઘરો નષ્ટ થઇ ગયા છે. આ ઉપરાંત રાજ્યનો ત્રીજો ભાગ વીજળી વગરનો છે. અહીં ઇલેક્ટ્રિસિટી સગવડ નહીં પણ જરૂરીયાત છે. કારણ કે, ઉનાળાની શરૂઆત થતાં હિટ વેવ્સથી લોકોની પરેશાનીમાં વધારો થશે.
ડોનાલ્ડ ટ્રમ્પ ગુરૂવારે ફ્લોરિડા જશે 
વાવાઝોડાં ઇરમાની વિદાય બાદ ફ્લોરિડિયન્સ પોતાના ઘરે આજે પરત ફરી રહ્યા છે. ફ્લોરિડામાં 90 ટકા કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીને નુકસાન થયું છે, જ્યારે 25 ટકા પ્રોપર્ટી નાશ થયો છે. રાજ્યના ત્રણ ક્વાર્ટર હિસ્સામાં વીજળી નથી, જેને ઠીક કરતાં એક અઠવાડિયાને સમય લાગશે. એસી વિના હિટ વેવ અને ઉંચા ટેમ્પરેચરના કારણે ફ્લોરિડાના લોકો ગરમીથી પરેશાન થઇ રહ્યા છે. ફ્લોરિડા કિઝના કેટલાંક ભાગ હજુ પણ સંપર્કવિહોણા છે. અંદાજિત 1.10 લાખ લોકો મંગળવાર સુધી આશ્રયસ્થાન પર જ રહ્યા હતા. ઇરમા હાલ આલ્બામા-મિસિસિપી બોર્ડર પર છે. યુએસમાં ઇરમાના કારણે 14 લોકોના મોત થયા છે, જ્યારે કેરેબિયન આઇલેન્ડ પર 38 લોકોના મોત થયા હોવાના સમાચાર છે.