થાઈલેન્ડ : 10 રાજ્યોમાં પૂર, અત્યાર સુધી 15 લોકોનાં મોત

થાઈલેન્ડ : 10 રાજ્યોમાં પૂર, અત્યાર સુધી 15 લોકોનાં મોત

બેંગકોક: દક્ષિણ થાઈલેન્ડમાં ગત એક અઠવાડિયે ભારે વરસાદથી ભારે પૂરનો માહોલ બન્યો છે.જેના કારણે અત્યાર સુધી 15નાં મોત થયાં છે. 10 રાજ્યો પૂરમાં સપડાયા છે. પૂરથી પ્રભાવિત 9.60 લાખથી વધુ લોકો બે ઘર બન્યા છે. 74 જિલ્લાનાં 4590 ગામ પાણીમાં ડૂબી ગયાં છે. નીચા વિસ્તારોમાં 3-4 મીટર પાણી ભરાઈ ગયાં છે તો અનેક શહેરોમાં માર્ગો પર હોડીઓ ચલાવાઈ રહી છે. અનેક ગામો સંપર્ક વિહો‌ણા બન્યો છે.