ઈન્ડોનેશિયાના જકાર્તામાં પૂર અને ભૂસ્ખલન, બેનાં મોત નિપજ્યાં

ઈન્ડોનેશિયાના જકાર્તામાં પૂર અને ભૂસ્ખલન, બેનાં મોત નિપજ્યાં

જકાર્તા: ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા, બોગોર અને તેની આજુ-બાજુનાં શહેરો વિનાશક પૂરની ઝપટમાં આવી ગયાં છે. પૂરના કારણે અનેક ક્ષેત્રોમાં ભૂસ્ખલન પણ થયું છે. તેમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે અને અંદાજે 6500 લોકોએ ઘર છોડવા મજબૂર બન્યાં છે. સરકારે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધું છે. પૂરપીડિત લોકોને અહીંથી કાઢીને સલામત સ્થળે લઈ જવાઈ રહ્યા છે.