USના જંગલોમાં ભીષણ આગ: 800 કિમી દૂર દેખાય છે ધુમાડાના ગોટા

USના જંગલોમાં ભીષણ આગ: 800 કિમી દૂર દેખાય છે ધુમાડાના ગોટા

વેન્તુરા: દક્ષિણ કેલિફોર્નિયાનાં જંગલોમાં 65 હજાર એકર વિસ્તારમાં બે દિવસથી ભીષણ આગ લાગી છે. આ કારણે જ રાજ્યમાં કટોકટી જાહેર કરાઈ છે. 1.5 લાખ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે. આગથી હજારો ઘરોને નુકસાન થયું છે. 160 ઈમારતો સંપૂર્ણપણે રાખ થઈ ગઈ છે. 45 હજાર ઘરોમાં લાઈટ નથી. આ આગ 5 અલગ અલગ વિસ્તારોમાં લાગી છે. વેન્તુરામાં લૂંટફાટ રોકવા માટે કરફ્યૂ લાદી દેવાયો છે કેમ કે લોકો ઘર છોડીને જતા રહ્યા છે. ધુમાડો 800 કિમી દૂર સુધી દેખાઈ રહ્યો છે. આ આગનો ધુમાડો 800 કિમી દૂર સુધી દેખાઈ રહ્યો છે. શુષ્ક હવામાન અને 55 કિમી ઝડપે પવનો ફૂંકાવાને કારણે આગ ઝડપી રીતે ફેલાઈ રહી છે. લોકો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે. સૌથી ભીષણ આગ થોમસમાં લાગી છે.