કિમ જોંગ ઉન પરમાણુ કાર્યક્રમ બંધ કરશે તો જ ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત લેશે

કિમ જોંગ ઉન પરમાણુ કાર્યક્રમ બંધ કરશે તો જ ડોનાલ્ડ ટ્રમ્પ મુલાકાત લેશે

વોશિંગ્ટન: અમેરિકાએ કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન સાથે ત્યારે જ મુલાકાત કરશે જ્યારે ઉ.કોરિયા તેના વાયદા મુજબ મજબૂત પગલાં લેશે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે શનિવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ટ્રમ્પ સરકાર ઉ.કોરિયા પણ દબાણ કરતી રહેશે. અગાઉ ટ્રમ્પે કહ્યું હતું કે ઉ.કોરિયા સાથે કેટલાક મુદ્દે ચર્ચા આગળ વધી રહી છે. જો આ મંત્રણા આગળ વધશે તો દુનિયા માટે સારું રહેશે. એક દિવસ પહેલાં ટ્રમ્પે કહ્યું હતું કે તે કિમ સાથે મુલાકાત કરવા તૈયાર છે.