કેલિફોર્નિયાના જંગલની આગને કારણે લોસ એન્જલસના 1.5 લાખ ઘરોમાં અંધકાર છવાયો

કેલિફોર્નિયાના જંગલની આગને કારણે લોસ એન્જલસના 1.5 લાખ ઘરોમાં અંધકાર છવાયો

લોસ એન્જલસ: કેટલાક સમય પહેલા અમેરિકાના કેલિફોર્નિયાના જંગલની આગ લાગી હતી. જે હજી પણ શાંત થવાનું નામ લેતી નથી. તે હજુ સુધીમાં 10 હજાર એકર ક્ષેત્રમાં ફેલાઇ ચૂકી છે. તેના કારણે લોસ એન્જલસની સરહદે 600 ઘર ખાલી કરાયાં છે. આગથી એક વાહનચાલકનું મોત થયું છે. આગને પગલે લગભગ 1.5 લાખ ઘરમાં વીજળી ગુલ થઇ ગઇ છે.