ચીને દુશ્મનની મિસાઇલને હવામાં શોધીને તોડી નાખે તેવા એન્ટિ-મિસાઇલ ટેસ્ટ કર્યો

ચીને દુશ્મનની મિસાઇલને હવામાં શોધીને તોડી નાખે તેવા એન્ટિ-મિસાઇલ ટેસ્ટ કર્યો

બેઇજિંગ: ચીને મંગળવારે એન્ટિ-મિસાઇલ ટેસ્ટ કર્યો હતો. આ મિસાઇલનો ઉપયોગ અન્ય કોઇ મિસાઇલને હવામાં શોધી કાઢીને ખતમ કરી નાખવા માટે કરી શકાશે. દેશના સંરક્ષણ મંત્રાલયે તેની માહિતી આપતા જણાવ્યું કે ટેસ્ટ સફળ રહ્યો પરંતુ તેનો ઉદ્દેશ માત્ર દેશની સુરક્ષા છે. તેના દ્વારા અમે અન્ય કોઇ દેશને ખોટો સંદેશ આપવા માગતા નથી.