ચીનઃ 20 હજાર લોકોએ એકસાથે ડાન્સ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો 

ચીનઃ 20 હજાર લોકોએ એકસાથે ડાન્સ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો 

ચીનના શાન્ક્સી પ્રાંતના ડાટોંગ શહેરમાં 20,000 લોકોએ એક સાથે લાઇન ડાન્સ કરીને 'લાર્જેસ્ટ લાઇન ડાન્સ'નો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ ક્રાર્યક્રમનું આયોજન 10 રિહર્સલ બાદ કરવામાં આવ્યુ હતુ. પાર્ટિસિપન્ટ્સે લાઇનસર રીતે ઊભા રહીને સિન્ક્રોનાઇઝ્ડ મૂવમેન્ટ્સ સાથે પાંચ મિનિટ સુધી ડાન્સ કર્યો હતો. તેઓ શાન્ક્સી, શેન્ડોંગ અને હેનાન પ્રાંતોના વિવિધ ભાગોમાંથી તથા બેઇજિંગ અને તિઆનજિન સહિતના શહેરોમાંથી આવ્યા હતા. લાઇન ડાન્સની શરૂઆત 1970ના દાયકામાં અમેરિકામાં થઇ હતી, જે હવે ચાઇનીઝ લોકોમાં પોપ્યુલર એક્ટિવિટી બની ચૂકી છે.