કેમરુન: યાત્રી બસના કાફલા પર હુમલામાં 1નું મોત, 20 ઘાયલ

કેમરુન: યાત્રી બસના કાફલા પર હુમલામાં 1નું મોત, 20 ઘાયલ

કેમરુનના પશ્ચિમ-ઉત્તર વિસ્તારમાં યાત્રી બસના કાફલા પર સોમવારે આતંકીઓ હુમલો કર્યો હતો. આ હુમલામાં બસ ડ્રાઇવરનું મોત  નિપજ્યુ હતુ. ઉપરાંત 20 યાત્રીઓને નાની મોટી ઇજા પહોચી હતી. કેમરુનના બે લઘુમતી ક્ષેત્રોમાં ભાગલાવાદી હિંસામાં વર્ષ 2016માં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. ઘટનાસ્થળે હાજર લોકોએ કહ્યું કે હુમલાખોરોએ રોડની વચ્ચોવચ ઊંડો ખાડો ખોદી દીધો હતો.