રશિયાની સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને પાઈલટનાં મોત 

રશિયાની સેનાનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં બંને પાઈલટનાં મોત 

રશિયાની સેનાનું એક હેલિકોપ્ટર ટ્રેનિંગ ઉડાન દરમિયાન ક્રેશ થયું હતુ, બાલ્ટિક સાગર ક્ષેત્રમાં હેલિકોપ્ટક ક્રેશ થવાની ઘટના સામે આવી હતી. દુર્ઘટનામાં હેલિકોપ્ટર કેએ-29માં સવાર બંને પાઈલટના મોત નિપજ્યાં હતા. દુર્ઘટના રશિયાના કેલિનિનગ્રાદ નજીક સર્જાઈ હતી. આ વિસ્તાર પોલેન્ડ અને લિથુઆનિયા વચ્ચે આવેલ છે. મૃત દેહો શોધવા માટે શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.