અમેરિકાના યોગ સ્ટુડિયોના હુમલામાં 2ની ગોળી મારી હત્યા 

અમેરિકાના યોગ સ્ટુડિયોના હુમલામાં 2ની ગોળી મારી હત્યા 

અમેરિકાના ફ્લોરિડામાં ટેલાહેસીમાં એક યોગ કેન્દ્રમાં હુમલાખોરે અંધાધૂંધ ગોળીબાર કરી હતી. આ ગોળીબારમાં બે લોકોના મોત નિપજ્યા હતા. આ હુમલામાં અન્ય 5 લોકોને નાનીમોટી ઇજા થઇ હતી. આ ઘટનામાં હુમલાખોરે પોતાને ગોળી મારી આપઘાત કરી લીધો હતો. પોલીસે શનિવારે સવારે હુમલાખોરની ઓળખ 40 વર્ષીય સ્કોટ પોલ બેઈરલે તરીકે કરી હતી. ટેલાહેસીના પોલીસ વડા માઈકલ ડિલિયોએ કહ્યું કે ઘટનાસ્થળને જોઈને સ્પષ્ટ થાય છે કે તેમાં ફક્ત એક જ વ્યક્તિનો હાથ હતો.