અમેરિકાએ મિસાઇલથી સજ્જ મોમ્બર પ્લેન ઉત્તર કોરિયા પરથી ઉડાવ્યા, સમુદ્રી માર્ગબંધ

અમેરિકાએ મિસાઇલથી સજ્જ મોમ્બર પ્લેન ઉત્તર કોરિયા પરથી ઉડાવ્યા, સમુદ્રી માર્ગબંધ

વોશિંગ્ટન: ઉત્તર કોરિયા અને અમેરિકાની વચ્ચે ભારે તકરાર ચાલી રહી છે. આ સ્થિતિ વચ્ચે તાનાશાહી દેશ ઉત્તર કોરિયાને પાઠ ભણાવવા માટે ટ્રમ્પે મક્કમ મન બનાવી લીધુ છે. ટ્રમ્પે અગાઉ સૈન્ય કાર્યવાહીની પણ ચીમકી આપી હતી. આ સ્થિતિ વચ્ચે હવે અમેરિકાએ ઉત્તર કોરિયા પરથી ફરી બોમ્બર પ્લેન ઉડાવ્યા હતા. થોડા દિવસ પહેલા જ ઉત્તર કોરિયાએ જાપાન પરથી મિસાઇલ છોડી હતી. અને છઠ્ઠી વખત પરમાણુ પરિક્ષણ કર્યુ હતું. જેને પગલે અમેરિકા ફરી હરકતમાં આવ્યું છે અને આકરા પગલાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાના જે બોમ્બર ઉત્તર કોરિયા પરથી ઉડાવવામાં આવ્યા હતા તેમાં જાપાની પ્લેનોનો પણ સમાવેશ થાય છે. અમેરિકાએ ઉત્તર કોરિયાથી આવતો કોલસાનો સપ્લાય બંધ કરી દીધો છે. સમુદ્રી માર્ગેથી આવતી આશરે ચાર જેટલી ઉત્તર કોરિયાની શીપ પર પ્રતિબંધ મુકી દીધો છે.