અમેરિકાએ રશિયા સાથે પરમાણુ સંધિ તોડી

અમેરિકાએ રશિયા સાથે પરમાણુ સંધિ તોડી

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે કડક વલણ દર્શાવી ઇન્ટરમીડિએટ રેન્જ ન્યૂક્લિયર ફોર્સ (INF) સંધિને સ્થગિત કરી દીધી. અમેરિકાએ રશિયા સાથેની ન્યૂક્લિયર સંધિ રદ કરી દીધી છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ શુક્રવારે આ જાહેરાત કરી હતી. બંન દેશોની વચ્ચે શીત યુદ્ધ (કોલ્ડ વૉર) બાદ આ સંધિ થઇ હતી. 
પોમ્પિયોએ કહ્યું, વર્ષોથી રશિયા કોઇ પણ પ્રકારના ભય કે પસ્તાવા વગર આ સંધિનું ઉલ્લંઘન કરી રહ્યું છે. રશિયાના ઉલ્લંખને યુરોપ અને અમેરિકાના કરોડો લોકોના જીવને દાવ પર લગાવ્યા છે. આ વાતનો યોગ્ય જવાબ આપવો અમારું કર્તવ્ય છે. અમે રશિયાને ઘણો સમય આપ્યો છે. આ સમજૂતી 1987માં થઇ હતી. લાંબા સમયથી આ સંધિ લટકવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. જેના કારણે હવે બંને દેશોમાં એકવાર ફરીથી હથિયારોની હરિફાઇ શરૂ થઇ શકે છે અને યુરોપના દેશો માટે પણ મોટું જોખમ ઉભું થયું છે.