બેલારુસની એલેક્ઝાન્ડ્રા ‘મિસ વ્હીલચેર વર્લ્ડ’ બની 

બેલારુસની એલેક્ઝાન્ડ્રા ‘મિસ વ્હીલચેર વર્લ્ડ’ બની 

પોલેન્ડની રાજધાની વોર્સોમાં યોજાયેલી સૌપ્રથમ મિસ વ્હીલચેર વર્લ્ડ કોમ્પિટિશનમાં બેલારુસની એલેક્ઝાન્ડ્રા ચિચિકોવા (વચ્ચે) વિજેતા બની. સાઉથ આફ્રિકાની લેબોહાંગ મોનયાત્સી (જમણે) બીજા અને પોલેન્ડની એડ્રિયાના જેવેદજિંસ્કા (ડાબે) ત્રીજા સ્થાને રહી. 23 વર્ષની એલેક્ઝાન્ડ્રા સાઇકોલોજીની સ્ટુડન્ટ છે. મિસ વ્હીલચેર વર્લ્ડ બન્યા બાદ તેણે કહ્યું કે લોકોએ પોતાના ડર અને ચિંતાઓથી ગભરાવાના બદલે તેમની સામે લડવાની હિંમત જાળવી રાખવી જોઇએ. કોમ્પિટિશનના આયોજક ઓન્લી વન ફાઉન્ડેશનનું કહેવું છે કે આયોજન શારીરિક રીતે અક્ષમ લોકો પ્રત્યે આપણો વ્યવહાર બદલવાનો એક પ્રયાસ છે.