બીજા વિશ્વયુદ્ધના સમયનો બોમ્બ મળ્યા પછી લંડન એરપોર્ટ 24 કલાક માટે બંધ

બીજા વિશ્વયુદ્ધના સમયનો બોમ્બ મળ્યા પછી લંડન એરપોર્ટ 24 કલાક માટે બંધ

લંડન: લંડનના સિટી એરપોર્ટની થેમ્સ નદીવાળા કિનારે રવિવારે બીજા વિશ્વયુદ્ધના સમયનો એક નિષ્ક્રિય બોમ્બ મળી આવ્યો હતો. તાત્કાલિક એરપોર્ટ બંધ કરાયો હતો અને બોમ્બ ડિફ્યૂઝ સ્ક્વોડને બોલાવાઈ હતી. મેટ્રોપોલિટન પોલીસ અને રોયલ નેવીની ટીમને પણ તહેનાત કરી દેવામાં આવી હતી. આજુબાજુના 214 મીટરના ક્ષેત્રને સીલ કરી દેવાયો હતો. 24 કલાક સુધી એરપોર્ટ બંધ રહ્યું હતું.