ઈન્ડોનેશિયામાં દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાયું

ઈન્ડોનેશિયામાં દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાયું

ઈન્ડોનેશિયાના સેર્પોંગમાં શુક્રવારે હજારો દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ બોટલો પોલીસે ગેરકાયદેસર રીતે વેચવા અને તસ્કરી દરમિયાન જપ્ત કરી હતી. એક્સાઈઝ વિભાગે જણાવ્યું કે ગેરકાયદેસર દારૂ વેચનારા વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે. ઝેરી દારૂ પીવાથી ઈન્ડોનેશિયામાં ગત એક મહિનામાં 100 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.