લંડનની આગમાં  ૬૫ લોકો લાપતા કે મૃત્યુ પામ્યા

લંડનની આગમાં  ૬૫ લોકો લાપતા કે મૃત્યુ પામ્યા

લંડન ટાવરમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા ૬૫ લોકો ક્યાં તો લાપતા થયા છે કે મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. આ આગમાં સત્તાવાર રીતે ૧૭નો મરણાંક નોંધાયો છે, ત્યારે મૃત્યુઆંક વધી શકે છે.જ્યારે મૃત્યુઆંક ૧૦૦થી વધી શકે છે કે કેમ એમ પૂછતાં લંડનના પોલીસ કમાન્ડર સ્ટુઅર્ટ કુન્ડીએ જણાવ્યું હતું કે, હું આશા રાખું છું કે મૃત્યુઆંકનો આંકડો ત્રણ આંકડા ઉપર નહીં પહોંચે.

લંડન ફાયર બ્રિગેડના વડા ડેની કોટને આ પહેલાં કહ્યું હતું કે શહેરી તપાસ યુનિટ સાથે નિષ્ણાત શ્વાન ટીમ ઇમારતના કાટમાળ હેઠળ કોઇ જીવિત હોય તો તેને શોધી રહી છે.બ્રિટનના પાટનગરની સૌથી ભયાનક આગનું કારણ શોધવા માટે તપાસ ચાલી રહી છે. જો કે લંડન ઉપર આતંકવાદી હુમલાના અઠવાડિયાઓમાં જ આ આગનો બનાવ નોંધાયો છે, ત્યારે તેમણે આ આગ આતંકવાદી પ્રવૃત્તિ હોવાના કોઇ પુરાવા ન હોવાનું જણાવ્યું હતું.