ઓસ્ટ્રેલિયા: ક્વીન્સલેન્ડમાં 4 દિવસમાં 700 મિ.મી. વરસાદ, પૂરમાં ફસાયેલા 70 બાળકોને એરલિફ્ટ કરાયા

ઓસ્ટ્રેલિયા: ક્વીન્સલેન્ડમાં 4 દિવસમાં 700 મિ.મી. વરસાદ, પૂરમાં ફસાયેલા 70 બાળકોને એરલિફ્ટ કરાયા

સિડની: ઓસ્ટ્રેલિયાના નોર્થ ક્વીન્સલેન્ડમાં 4 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન રેકોર્ડ 700 મિ.મી. વરસાદ નોધાયો છે. પૂરના કારણે શહેરમાં કેટલાય ફૂટ પાણી ભરાઇ ગયું છે. 200થી વધુ મકાનો ધરાશાયી થઇ ગયા છે. પૂરના કારણે ટુલી નજીક રસ્તો ધોવાતાં પૂરમાં ફસાયેલા 70 બાળકોને એરલિફ્ટ કરાયા છે. સ્થાનિક શાળા-કોલેજો બંધ કરી દેવાઇ છે. પૂરના પાણી સાથે શહેરની ગલીઓમાં મગરો પણ તરતા જોવા મળી રહ્યા છે.