ચીનનાં જંગલોમાં ભીષણ આગને બૂઝાવવા 4,320 ફાયર ફાઈટર્સને કામે લગાવાયા

ચીનનાં જંગલોમાં ભીષણ આગને બૂઝાવવા 4,320 ફાયર ફાઈટર્સને કામે લગાવાયા

ઉત્તર ચીનના અંતરિયાળ મોંગોલિયા સ્વાયત્ત પ્રદેશના જંગલોમાં ભારે આગ ફાટી નીકળી હતી. આગ બૂઝાવવા માટે તંત્રે 4,320 પોલીસ અને ફાયર ફાઈટર્સ કામે લગાવવા પડ્યા હતા. ગ્રેટર હિંગ્ગાન પર્વતોના ઉત્તરીય વિસ્તારના જંગલોમાં શનિવારે આગ ફાટી નીકળી હતી, જે રવિવારે રાત્રે કાબૂમાં લવાઈ હતી.