લંડનમાં યહૂદી ઉત્સવ દરમિયાન આગમાં સ્માર્ટફોન ફેંકતા વિસ્ફોટમાં 30 ઘાયલ

લંડનમાં યહૂદી ઉત્સવ દરમિયાન આગમાં સ્માર્ટફોન ફેંકતા વિસ્ફોટમાં 30 ઘાયલ

બ્રિટનમાં લંડનમાં એક યહૂદી પર્વના ઉત્સવ દરમિયાન વિસ્ફોટમાં 30થી વધુ લોકોને નાની મોટી ઇજા પહોંચી હતી. તેમાં 6 બાળકો પણ સામેલ છે. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે યહૂદી પર્વોત્સવ લાગ બાઓમરમાં આગ લગાવવાની પરંપરા છે. આ સળગતી આગમાં કોઈએ મોબાઈલ ફોન ફેંકી દીધો હતો જેના કારણે વિસ્ફોટ થયો હતો.