રશિયાએ બોલાવી ધમધબાટી

રશિયાએ બોલાવી ધમધબાટી

 રશિયાના તાજેતરના હુમલામાં આઈએસના બે કમાન્ડરોનો ખુડદો બોલાઈ ગયો છે. બંને કમાન્ડરની સાથે જ આઈએસના અન્ય 180 આંતકીઓનો પણ ખાત્મો બોલાઈ ગયો છે.

ન્યૂઝ એન્જસી સિન્હુઆના અહેવાલમાં જણાવ્યા અનુસાર રશિયાના એરફોર્સે છ અને આઠ જૂને આઈએસ પર હવાઈ હુમલા કર્યા હતાં. હુમલામાં આઈએસના કમાન્ડર અબુ ઉમર અલ-બાલજીકી અને અબુ યાસિન-માસિર મૃત્યુ પામ્યા હતાં . આ જ હુમલામાં આઈએસના 180 જેટલા આતંકીઓનો પણ સફાયો થયો હતો.રશિયાના હવાઈ હુમલામા આ ઉપરાંત 16 સ્વંય સંચાલિત અને બખ્તાયરબંધ વાહનો અને ટેન્કો. ચાર સ્થળો અને વિસ્ફોટકોનો પણ ખુડદો બોલાઈ ગયો હતો.