નાઈજિરિયામાં મસ્જિદમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 28નાં મોત, 56 લોકો ઘાયલ

નાઈજિરિયામાં મસ્જિદમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 28નાં મોત, 56 લોકો ઘાયલ

નાઈજિરિયાના મુબી શહેરમાં બે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 28 લોકો મોત નિપજ્યાં હતા જ્યારે 56 લોકો ઘાયલ થયા હતા. પ્રથમ વિસ્ફોટ મસ્જિદની અંદર થયો હતો. ત્યાર બાદ મસ્જિદની બહાર થયેલા વિસ્ફોટથી બચવા નાસભાગ મચી ગઇ હતી. નાસભાગમાં લોકો સપડાઈ ગયા હતા. આ વિસ્ફોટ વ્હાઈટ હાઉસમાં નાઈજિરિયાના પ્રમુખ બુહારી અને ટ્રમ્પની મુલાકાતના 1 દિવસ બાદ થયા છે.