સીરિયાના સૈન્ય બેઝ અને ઈરાનના રિક્રૂટમેન્ટ સેન્ટર પર હુમલામાં 26લોકોનાં મોત

સીરિયાના સૈન્ય બેઝ અને ઈરાનના રિક્રૂટમેન્ટ સેન્ટર પર હુમલામાં 26લોકોનાં મોત

સીરિયાના હામા પ્રાંતમાં એક સૈન્ય શિબિર અને એલેપ્પોમાં મિસાઈલ હુમલો કરાયો હતો. આ હુમલામાં 26 લોકોના મોત નિપજ્યાં અને 32 ઘવાયા છે. જે સ્થળને નિશાન બનાવાયું તે સીરિયા બ્રિગેડનું 47નું બેઝ છે. અહીં ઈરાનના વડપણ હેઠળ શિયા લડવૈયાઓની ભરતી કરાયા છે જે રાષ્ટ્રપતિ બશર અસદની સેના માટે લડી રહ્યા છે.