પાકિસ્તાનમાં કોલસાની ખાણ ધસી પડતા 23 લોકોનાં મોત

પાકિસ્તાનમાં કોલસાની ખાણ ધસી પડતા 23 લોકોનાં મોત

પાકિસ્તાનના બલૂચિસ્તાનના જુદા જુદા ક્ષેત્રોમાં બે કોલસાની ખાણ ધસી પડવાની ઘટના સામે આવી હતી. ખાણ ધસી પડવાને કારણે 23 લોકોના મોત નિપજ્યા હતા અને 8 ઘવાયા હતા. પહેલી ઘટના ક્વેટા નજીકના મરવારના પીર ઈસ્માઈલમાં બની હતી. અને બીજી ઘટના ક્વેટા નજીકના માગરિટ ક્ષેત્રમાં ગેસ વિસ્ફોટથી કોલસાની ખાણ ધસી પડવાની ઘટના બની હતી.