નેપાળમાં બસ ખીણમાં ખાબકતા 23નાં મોત,14 ઘાયલ

નેપાળમાં બસ ખીણમાં ખાબકતા 23નાં મોત,14 ઘાયલ

નેપાળમાં કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતી બસ પર્વત પરથી લપસીને 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 23 લોકો મૃત્યુ પામ્યા હતા. જિલ્લા પોલીસ કાર્યાલયે જણાવ્યું કે બસમાં કુલ 37 લોકો સવાર હતા જેમાં 34 વિદ્યાર્થીઓ હતા. બસ કાઠમંડુથી 400 કિમી દૂર રમરી ગામ પાસે રોડ પરથી લપસીને 70 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. દુર્ઘટનામાં 14 લોકોને નાની મોટી ઇજા થઇ હતી.